તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ પગલું:ધોરાજીમાં ખેડૂતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

ધોરાજી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૂવા કાંઠે આવેલા થાંભલા પર લટકી ગયા
  • બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું

ધોરાજીમાં ખેડૂત વૃધ્ધે બિમારીથી કંટાળીને ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂતે વાડીના કૂવા કાંઠે આવેલા થાંભલા પર લટકી જઇને મોત માગી લેતાં ચકચાર મચી હતી. બીમારી એટલી હદે તેમને પીડા આપતી હતી કે તેમણે અંતે જિંદગી સાથે જ છેડો ફાડી નાખ્યો.

આ બનાવની મળતી માહિતી અનુસાર ધોરાજીના ખરાવાડ પ્લોટ વિસ્તારમાં રહેતાં ખેડૂત મનસુખભાઇ નાનજીભાઇ ઉ.વ. 58નો મૃતદેહ વાડીના થાંભલામાં દોરી બાધેલી હાલતમાં કૂવામાં લટકતો હોવાની જાણ ધોરાજી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે તપાસનીશ બીટ જમાદાર પ્રદીપભાઇ બારોટે જણાવ્યું હતું કે પોલીસને બનાવની જાણ થતા તુરત જ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ મનસુખભાઇ નાનજીભાઇ ઉ.વ. 58નો હોવાનું ખૂલતાં પોલીસે મૃતક ના મૃતદેહનું પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધોરાજી પોલીસની આરંભિક તપાસમાં ખુલ્યું હતું કે મૃતક મનસુખભાઇ થોડા સમયથી બીમારી ભોગવતા હતા અને તેનાથી કંટાળીએ અંતે તેમણે મોત વહાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પીઆઇ હકુમતસિંહ જાડેજાએ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...