ધોરાજીમાં હિંદુ ધર્મ છોડી 56 વ્યક્તિએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. તેમજ ભીમાં કોરેગાંવ શોર્ય દીવસ નિમિત્તે યુવાનોએ બાઈક રેલી યોજી હતી. ધોરાજી ખાતે બહારપુરા વાડી વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં 56 પરિવારના સદસ્યોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જામકંડોરણા સહિત આ વિસ્તારનાં સદસ્યોએ આ પ્રંસગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડૉ. બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. જે પરિવારોએ હિન્દુ ધર્મ છોડ્યો હતો. તે પરિવારોએ અગાઉ તંત્રની પૂર્વ મંજૂરી લીધી હતી.
તે અંતર્ગત જ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં આસપાસના વિસ્તારોના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી તથાગત ભગવાન બુદ્ધે ક્ષમતા બંધુત્વ, ભાઈચારા, દયા અને જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે પોતાનું સમગ્ર જીવન સમાજને અર્પણ કરી દીધું, ત્યારે આજે 56 કરતાં વધુ લોકોએ તંત્રની પૂર્વ મંજૂરી લીધા બાદ હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આજે ધોરાજીમાં 56 કરતાં વધુ લોકોએ વિધિવત રીતે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. જેમાં અશોક બુદ્ધ વિહાર સાધુ અને અનુયાયીઓએ ધોરાજી ધર્મ અંગીકાર સ્થળ પર હાજર રહીને 56 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મ અંગેની દીક્ષા અપાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.