તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:ધોરાજીમાં એક જ માસમાં 350 લોકોએ લીધી અંતિમ વિદાય

ધોરાજી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્મશાન અને કબ્રસ્તાનમાંથી મળતાં આંકડા ચિંતાપ્રેરક

ધોરાજી માં કોરોના કાળ ની મહામારી ના સમયે એપ્રિલ માસ દરમ્યાન 350 જેટલા લોકોની અંતિમ વિધી કરાઈ છે. તંત્ર ભલે સ્વીકાર ન કરે પરંતુ મોતના આંક સાચું બયાન કરી રહ્યા છે કે મહામારીનું સંક્રમણ અનેકગણું વધી ગયું છે. ધોરાજી પંથક માં કોરોના પોઝીટીવ કેસનું સંક્રમણ વધતાં દર્દીઓના મોતનો આંકડો વધી રહયો છે. લોકો ચિંતીત બની ગયા છે.

ધોરાજી પંથકમાં એપ્રિલ માસ દરમ્યાન આશરે 350 જેટલા હિન્દુ, મુસ્લીમ સહિતના સમાજના લોકોના મોત નિપજતાં સ્મશાન ગૃહ, કબ્રસ્તાન ખાતે અંતિમ વિધી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ધોરાજી શહેરમાં ગત એપ્રિલ માસમાં હિન્દુ સમાજના સ્મશાનગૃહમાં કોવિડ-નોનકોવિડ આશરે 210 નનામીઓના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું સેવાભાવી કાર્યકર્તાઓએ જણાવ્યું છે.

વધુમા તેઓએ જણાવ્યું હતું કે ઘણા કોવીડ મૃતદેહ એવા આવ્યા હતા કે તેમના પરિવારજનો સારવારમા હોવાથી સેવાભાવી લોકોએ જ તેમની અંતિમ વિધિ આટોપી હતી. ધોરાજીમાં મુસ્લીમ બિરાદરોના બે કબ્રસ્તાનમાં આશરે 134 જેટલાં મૃતદેહોની દફનવિધિ કરાઈ છે. જ્યારે અનુજાતી સહિતના અન્ય સમાજોના સ્મશાનોમાં થયેલી અંતિમ વિધી સહિત કુલ 350 જેટલા લોકોના મૃતદેહો અવ્વલ મંઝિલે પહોંચ્યા હોવાનું આ આંકડા પરથી સાબીત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો