તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:માસ્ક વિના નીકળ્યા તો પકડીને રેપિડ ટેસ્ટ કરાશે : ના.મામલતદાર

ધોરાજી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં કાર્યવાહી

ધોરાજી ઉપલેટા જામકંડોરણા પંથકમાં માસ્ક પહેર્યા વગર કોઈ પણ નિકળશે તો તેમને પકડીને કોરોના રેપિડ ટેસ્ટ કરવાની તથા કડક કાર્યવાહી કરવાની નાયબ કલેક્ટરે તાકીદ કરી છે. ધોરાજીના નાયબ કલેક્ટર મિયાણીએ ઉમેર્યું હતું કે સરકારની ગાઈડલાઈન્સ ની કડક અમલવારી થાય લોકો માસ્ક પહેરવા તથા સરકારની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી હોવા છતાં અમુક લોકો માસ્ક વિના બહાર રખડે છે, અને તેના લીધે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. આથી હવે જો આવી રીતે લોકો ઘર બહાર માસ્ક વિના નીકળશે તો તેને પકડીને રેપિડ ટેસ્ટ કરવામાં આવશે, ઉપરાંત તેની સામે દંડ સહિતની કાર્યવાહી તો થશે જ.

માસ્ક પહેર્યા વિના ફરતા લોકો નાગરિકો આ ટેસ્ટ દરમિયાન જો કોરોનાના લક્ષણો ધરાવતા હોવાનું ધ્યાને આવશે તો તેઓને સરકારની કોવિડ સંદર્ભ આરોગ્ય વિભાગની સૂચના મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. આટલું જ નહીં, શહેર અને ગ્રામ્ય વિસ્તાર સમકક્ષ કોરોના સંક્રમણ ફેલાવવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની ધોરાજી ઉપલેટા અને જામ કંડોરણા શહેર અને તાલુકાના તમામ લોકોએ ગંભીર નોંધ લેવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો