તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:નાનીમારડમાં ચારિત્ર્યની શંકા રાખી પતિનો પત્ની પર હુમલો

ધોરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુહાડાના ઘા ઝીંકતા મહિલા ઇજાગ્રસ્ત, સારવારમાં ખસેડાઇ

ધોરાજીના નાનીમારડ ગામે પતિએ ચારીત્ર્યની શંકા રાખીને પત્ની ઉપર કૂહાડાથી હુમલો કરી ગંભીર ઈજા કરતાં મહિલાને સારવારમા હોસ્પિટલ ખસેડાઈ છે. ધોરાજી તાલુકાના નાની મારડ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા આરતીબેન લાલાભાઇના નણંદ રાધીકાબેન ધન્શયામ ભાઈ પતિના ત્રાસથી કંટાળી પિયરે ગયા હોય તેનો ખાર રાખી રાધીકાબેનના પતિ ઘનશ્યામ ચંદુભાઇ ચલોદરા (રહે જંબુસર વાળા) એ પોતાની પત્ની રાધીકાબેન પર કુહાડીથી ખુની હુમલો કરી માથામાં ગંભીર ઇજા કરી છે અને જમણા હાથમાં કુહાડીના ઘા મારી બે આંગળીઓ કાપી નાખી હતી.

તેમજ ડાબા હાથમાં હથેળીમાં કુહાડીનો ઘા મારી ગંભીર ઇજા કરતા રાધીકાબેનને ગંભીર હાલતમાં સારવારમા હોસ્પિટલ ખસેડ્યા છે. પતિ ધનશાયમે પત્ની ઉપર કુહાડા વડે હુમલો કરી ગંભીર ઈજા કરી નાશી જતા આ બનાવ અંગે પાટણવાવ પોલીસ મથક ખાતે ફરિયાદી આરતીબેન લાલભાઈએ નણંદ રાધીકાબેનના પતિ ઘનશ્યામ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો