તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન લેવા અપીલ કરી:મોટાદડવામાં આરોગ્ય સ્ટાફ, આંગણવાડીના વર્કરે રસી લીધી

મોટાદડવા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે પેટા આરોગ્ય શાખા દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ કોરોનાના કપરા કાળમાં જેઓએ ફ્રન્ટ લાઈન લાઈન વર્કસ તરીકે પુરતું યોગદાન આપ્યું છે. તેવા ડોક્ટર હોસ્પિટલ સ્ટાફ તેમજ આશા બહેનો આંગણવાડી કાર્યકરો, સફાઈ કામદારો, પોલીસ કર્મીઓ, શિક્ષકો,પંચાયત વિભાગના મંત્રીઓ તેમજ સભ્યો સહિત સ્ટાફને કોરોના રસીના પ્રથમ ડોઝ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

જો કે મોટાદડવા ગામે પેટા આરોગ્ય શાખા દ્વારા ડો.ચંદ્રેશભાઈ બેલડીયા તેમજ આર.ડી ગોહીલ એમ.પી.એચ ડબ્લ્યુ,એફ.એચ.ડબ્લ્યુ તેમજ આરોગ્ય શાખાનાં તમામ સ્ટાફ સહિત આશા બહેનો આંગણવાડી વર્કસ મેં કોરોના વેક્સીન લીધી તમે લીધી નાં સૂત્ર સાથે રસી મુકાવી હતી.

આ તકે આરોગ્ય શાખાના ડો. ચંદ્રેશભાઈ બેલડીયાએ જણાવ્યું હતું. આ રસી ફ્રન્ટ લાઈન વર્કરો એ મુકાવી હતી. આ રસી મુકવાથી કોઈ આડઅસર નથી જોવા મળી અને બાકી રહી ગયેલા લોકો કોરોનાની રસી મુકાવે રસી એકદમ સુરક્ષિત છે. રસીકરણની પ્રક્રિયા ખુબ જ તાલીમબદ્ધ કરવામાં આવે છે. બાકી રહેલા લોકો ગોંડલ જસદણ એમ બે તાલુકા ખાતે હાલ ફ્રન્ટ લાઈન વર્કસ માટે ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો