ફરિયાદ:પત્નીનો દરજ્જો આપ્યા વગર સંબંધ બાંધ્યા અને દીકરી સાથે અડપલાં કર્યા

ધોરાજી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજીમાં નિકાહની લાલચ આપી 8 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ
  • મુસ્લિમ મહિલાને તરછોડી દેનારા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ

ધોરાજીમાં મુસ્લિમ મહિલાને નિકાહની લાલચ આપી આઠ વર્ષ સુધી શોષણ કર્યા બાદ તરછોડી દેતાં આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. આ બનાવની મળતી માહિતી અનુસાર ધોરાજીના મુસ્લિમ શખ્સે નિકાહ કરવાના વાયદા આપી 8 વર્ષથી મુસ્લિમ મહિલાનું શોષણ કર્યા બાદ તરછોડી દેતા ધોરાજી પોલિસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ધોરાજીની મહીલા ફરિયાદીએ આરોપી ઇમરાન સિદિક ઉવ.૩૫ વાળા વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ફરિયાદી મહિલાના પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અને ૧૨/૫/૨૦૧૩ નાં રોજ ધોરાજીના ઉદકિયા ગામે લઈ જઈ મોલાના સમક્ષ રજુ કરી નિકાહ થઈ ગયા હોવાનુ જણાવી દીધું હતું.ત્યાર બાદ આરોપી અવાર નવાર ફરિયાદીના ઘરે પતિના દરજ્જે આવી મારકૂટ કરી બળજબરીથી શરીર સંબંધ બાંધતો. થોડા સમય પહેલા ફરિયાદીની આગલા ઘરની દીકરીને પણ શારીરિક અડપલા કરતાં તેને આવું ન કરવાં ટકોર કરતા આરોપી ઉગ્ર બની જતો હતો.

આરોપીએ પત્ની તરીકે નો દરજ્જો ન આપ્યો અને રોજરોજ શારીરિક, માનસિક યાતના આપતો હોઇ ફરિયાદીએ ફિનાઇલ પીને જીવન ટૂંકાવવા પણ અગાઉ પ્રયત્ન કર્યો હતો. અંતે કંટાળીને ફરિયાદીએ ધોરાજી કોર્ટ સમક્ષ ફરિયાદ કરતાં કોર્ટે પોલીસને ગુનો દાખલ કરવા હૂકમ કરતાં ધોરાજી પોલીસે ફરિયાદી મહિલાની ફરિયાદ નોંધી ને આરોપી શખ્સ વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૭૬, એને ૩૫૪ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...