તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બહારપુરાના મંદિરમાંથી લીલા ગાંજાના છોડ મળી આવ્યા

ધોરાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ આરંભાઇ

ધો૨ાજીના બહા૨પૂ૨ામાં મંદિર ખાતે લીલા ગાંજાના વાવેતર કરેલા છોડવા મળતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરીને તે શખ્સની ભાળ મેળવવા સહિતની કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલાં ધોરાજી નજીકના ભૂખી ગામ પાસે સરકારી ખરાબામાં ગાંજાનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામા આવી હોવાની બાતમીના આધારે પોલીસે ત્રાટકીને શખ્સની ધરપકડ અને ગાંજાનો જથ્થો કબજે લેવા સહિતની કાર્યવાહી કરી હતી.

જો હજુ પણ પોલીસ તલસ્પર્શી તપાસ હાથ ધરે તો પંથકમા ગાંજાનું વાવેતર કરી યુવાનોને વ્યસનના રવાડે ચડાવી સમાજને ખોખલો બનાવવાની થતી અમુક શખ્સો દ્વારા થતી હિલચાલ ખુલ્લી પડી જાય.પોલીસે મૂળીયા સહિતના ગાંજાના છોડ કબ્જે ક૨ી અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ ક૨ી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહીં સવાલ એ થાય કે મંદિર જેવી પવિત્ર જગ્યાને પણ ધંધાનું માધ્યમ બનાવવામાં અમુક ગુનેગારો અચકાતા નથી અને ધર્મની આડમાં અધર્મનો રસ્તો પકડતા અચકાતા નથી ત્યારે પોલીસે કડક હાથે કામ લઇ આવા તત્વોને પાઠ ભણાવવા જોઇએ તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...