રોષ:પાલિકામાં મહિલાઓના ‘પાણી આપો’ના સુત્રોચ્ચાર

ધોરાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજીમાં પાણી સમસ્યા હલ કરવા લોક ફરિયાદો

ઉનાળાના દિવસોની શરૂઆત થતા જ ઠેર ઠેર પાણીની સમસ્યાઓ બહાર આવતી હોય છે ત્યારે ધોરાજીમાં પણ ભર ઉનાળે પીવાના પાણી ના પશ્રો ઉભા થતા લોકોમા ભારે રોષ યાપી ઉઠ્યો છે. મહિલાઓએ પાલિકા કચેરીએ જઇ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાણીની સમસ્યા હલ કરવા તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી. તંત્ર વાહકો દ્વારા વહેલી તકે પાણી સમસ્યા હલ કરવા લોક માંગ ઉઠી છે

ધોરાજીમાં વહીવટદારના શાસન આવ્યા બાદ વોર્ડ નંબર 5 ત્યારબાદ વોર્ડ નંબર 8 વોર્ડ નંબર 7 વિસ્તારના મહિલાઓએ પાણી પ્રશ્ને નગરપાલિકા ખાતે દેખાવો અને હલ્લા બોલ કર્યા બાદ આજરોજ વોર્ડ નંબર 1 ના મહિલાઓના ટોળાએ ધોરાજી નગરપાલિકા ખાતે પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર કરી ને રોષ યકત કરાયો છે .

ધોરાજી ના વોર્ડ નંબર એકના વોકળા કાંઠા અને હાથી ખાના વિસ્તારના મહિલાઓ પાણી વિતરણને લઈ મોટી સંખ્યામાં ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પાણી નિયમિત કરવા માગણી કરવા માટે આવ્યા હતા પરંતુ સ્થાનીક અધિકારીઓ હાજર ન હોવાથી મહીલા ઓ એ સૂત્રોચ્ચાર કરી ને રોષ યકત કરાયો હતો. સ્થાનીક મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ દિવસથી અમારા વિસ્તારમાં પીવાનું પાણી આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...