રાજકોટ:ભાદર કમાન્ડ એરિયાના ખેડૂતોને ડેમનું પાણી સિંચાઈ માટે અપાયું

ધોરાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટી મારડ સહિતના ગામની ખેતી માટે નીર આવી પહોંચતા હરખથી વધામણા કરાયા

મોટીમારડ સહિતના ભાદર કમાન્ડ એરીયાના ખેડૂતોને ભાદરડેમનું  પાણી ઓરવણા સિંચાઈ માટે અપાતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે.  ધોરાજી, મોટીમારડ, પીપળીયા, ભોલગામડા સહિતના ગામના ખેડૂતોને ભાદરડેમનું  પાણી ઓરવણા સિચાઈ માટે આપવા સાંસદ રમેશભાઈ ધડૂક,કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા,માજી ધારાસભ્ય પ્રવિણ ભાઈ માકડીયા સહિતના આગેવાનો ના પ્રયાસોથી  ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતા ખેડૂતો એ ખૂશી વ્યક્ત કરી છે. મોટીમારડ સહિતના સેકશનના ખેડૂતોની ઉપસ્થિતિમાં પાણીના વધામણા કરાયા હતા. આ તકે જગદીશ ભાઈ અધડૂક સહિતના અગણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...