વિરોધ:ધોરાજીમાં ખેડૂતોએ ખેતરમાં મગફળીનો યજ્ઞ અને રામધૂન યોજી અનોખો વિરોધ વ્યક્ત કર્યો

ધોરાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવતર વિરોધ કરીને સરકાર સુધી ખેડૂતોએ પોતાનો આવાજ પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે. જેમાં ધોરાજીના ખેડૂતોએ મગફળીના ભાવ મળે અને હાલમાં અતિવૃષ્ટિમાં મગફળીનો પાક નિષ્ફળ થઈ ગયો છે તેની નુકસાનીનુ વળતર મળે તેવી માગ સાથે મગફળીનો યજ્ઞ કરી મગફળીની આહુતિ આપતા રામધૂન બોલાવી હતી.

સરકારે સહાયની માત્ર જાહેરાત કરી, ચૂકવી નથી
તાજેતરમાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે આ વર્ષે ખેડૂતોએ સારા ભાવની આશાએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું પરંતુ ભારે વરસાદથી તે પાક પણ નિષ્ફળ ગયો છે. સરકારે સહાયની માત્ર જાહેરાત કરી પરંતુ હજુ સુધી કોઇ સહાય ચૂકવાઇ નથી. - હિતેશભાઈ બાબરીયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...