વિદાય સમારોહ:વાડોદરમાં RDC બેન્કના બ્રાન્ચ મેનેજરનો વિદાય સન્માન સમારોહ યોજાયો

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાડોદરમાં RDC બેન્કના બ્રાન્ચ મેનેજર એન. વી. પનારા તા. 30/10/2021ના બેન્કની સેવામાંથી નિવૃત્ત થતા વાડોદર તથા ભાડેરના સહકારી ક્ષેત્રના આગેવાનોએ બાલા હનુમાનદાદાની જગ્યા ખાતે વિદાય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વીરલભાઈ પનારા, ગોપાલભાઈ રાદડિયા ઝોનલ મેનેજર આરડીસી બેન્ક, ભુપતભાઈ મોરડીયા, કાંતિભાઈ પાદરીયા, મહંત રામદાસબાપુ સહિતનાઓએ નવનીતભાઇ પનારાની સેવા-કામગીરીને બિરદાવીને શાલ, મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં આરડીસી બેન્ક, બેન્ક ઓફ બરોડા વાડોદર શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમને સફ્ળ બનાવવા વિકાસ લાખાણી, રમેશભાઈ વીરડા, નરેન્દ્રસિંહ વાઘેલા, રાજાભાઈ વીરડા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...