આયોજન:ઈન્ટર સ્કૂલ સ્પર્ધામાં ફરેણી સ્વામિનારાયણ વિદ્યાપીઠની વિદ્યાર્થીઓની ટીમ વિજેતા

ધોરાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટર સ્કૂલ સ્પર્ધાની તમામ રમતોમાં વિજય મેળવીને ફરેણી સ્વામી નારાયણ વિદ્યાપીઠને ગૌરવ વધાર્યું. - Divya Bhaskar
ઇન્ટર સ્કૂલ સ્પર્ધાની તમામ રમતોમાં વિજય મેળવીને ફરેણી સ્વામી નારાયણ વિદ્યાપીઠને ગૌરવ વધાર્યું.
  • પ્રથમ ઈન્ટર સ્કૂલ સ્પર્ધા-2021 ભુજ ખાતે યોજવામાં આવી હતી
  • વિદ્યાર્થીઓ 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

ધોરાજી તાલુકાના ફરેણી ગામે આવેલી ફરેણી સ્વામિનારાયણ વિદ્યાપીઠના છાત્રોની ટીમનો ઈન્ટર સ્કૂલ સ્પર્ધામાં દબદબો જોવા મળ્યો. જેમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા જાહેર થતા સંતોએ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. સુર્યા સ્પોર્ટ્સ એકેડમી કચ્છ સંચાલિત પ્રથમ ઈન્ટર સ્કૂલ સ્પર્ધા-2021 ભુજ ખાતે યોજવામાં આવેલી હતી. આ સ્પર્ધામાં 8 શાળાના વિદ્યાર્થીઓની ટીમે ભાગ લીધો હતો. જે તમામ ટીમ વચ્ચે લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ તેમજ બેડમિન્ટનની રમત (અન્ડર 14,17,19)ની સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધાઓમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ-ફરેણીનાં વિદ્યાર્થીઓ લોન ટેનિસમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ, બાસ્કેટ બોલની સમગ્ર ટીમ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાને, ટેબલ ટેનિસમાં 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ, વોલીબોલની સમગ્ર ટીમ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા સ્થાને તથા બેડમિન્ટનની રમતમાં 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સાથે યોજાયેલી તમામ રમતોમાં વિજય મેળવીને ફરેણી સ્વામી નારાયણ વિદ્યાપીઠને ગૌરવ વધાર્યું છે.

ફરેણી સ્વામિનારાયણ વિદ્યાપીઠના છાત્રોની ટીમનો ઈન્ટર સ્કૂલ સ્પર્ધામાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા જાહેર થતાં વિદ્યાર્થીઓને સંત શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી, સ્વામી અક્ષર વલ્લભદાસજી સ્વામી, ચત્રભુજ સ્વામી, હરિભકતો પાર્ષદો તેમજ સ્વામીનારાયણ વિદ્યાપીઠનાં પ્રિન્સીપાલ હિતેન રાઠોડ તેમજ ડાયરેકટ મહેશભાઈ ટાંક તેમજ કોચ ટીમ જયદીપસિંહ પરમાર, આનંદ પટેલ, રોહિત વિશ્ર્વનાથને તમામ ટીમ સભ્યો દ્વારા રમતવીરોનું સન્માન કર્યું હતું .

અન્ય સમાચારો પણ છે...