ધોરાજીમાં વિશ્વચક્ષુદાન દિનની ઉજવણી કરવામાં આવી હતી અને આ દિને ચક્ષુદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માનવ સેવા મંડળ દ્વારા 41મું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. શહેરમાં લાઠિયા પરિવારના મોભીનું અવસાન થતાં તેમના પરિવારજનોએ સદગતના ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય કરાયો હતો.
ધોરાજીના નરોતમભાઈ જાદવભાઈ લાઠીયાનું અવસાન થતાં પરિવાર દ્વારા વિશ્વ નેત્રદાન નિમીતે માનવ સેવા મંડળના કાર્યકર્તા ઓને જાણ કરીને ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. આ અંગે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયને જણાવ્યું હતું કે ધોરાજીના લાઠિયા પરીવારે ચક્ષુદાન કરવા અંગે જણાવતાં મેડીકલ ટીમ સાથે ધોરાજી બ્રિજેશ ટાવર ખાતે સદગતના ઘરે જઇને ચક્ષુદાનની પ્રકિયા પુરી કરવામાં આવી હતી.
આ તકે સ્વ. નરોતમભાઈ લાઠીયા પરિવારના અમિતભાઈ, નિલેશભાઈ , કિશોરીબેન અજયભાઈ શેઠ ,ફોરમબેન ધવલભાઈ પીપલીયા સહિતના પરિવારજનોએ ચક્ષુઓને માનવ સેવા યુવક મંડળને સોંપી દીધા હતા અને રાજકોટ જી. ટી. શેઠ સરકારી હોસ્પિટલ ખાતે ચક્ષુઓને મોકલી દેવાયા હતા. આ તકે પરિવારજનોએ વિશ્વ નેત્રદાન દિવસે ચક્ષુઓનું દાન કરી અન્ય લોકોને ચક્ષુદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.