બેઠક:ધોરાજીમાં ઇદ-દિવાળી તંત્રની મંજૂરી મુજબ ઉજવવા ખાતરી

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાંતિ સમિતિની બેઠકમાં આગેવાનો સાથે વિચાર વિમર્શ

ધોરાજી પોલીસ મથકે દિવાળી, ઈદે મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક પીઆઇ હકુમતસિહ જાડેજાના પ્રમુખ સ્થાને હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનોની હાજરીમાં યોજાઇ હતી અને તેમાં તમામ તહેવારો સરકારની ગાઇડ લાઇન અનુસાર ઉજવાશે તેવી ખાતરી આગેવાનોએ આપી હતી. આ બેઠકમાં પીઆઇ જાડેજા એ જણાવ્યું હતું કે મંગળવારે મુસ્લિમ ધર્મ નો મોટો તહેવાર ઇદે મિલાદુન્નબી આવી રહ્યો છે તે નિમિત્તે સરકારની જે પ્રકારે ગાઇડલાઈન આવી છે તે પમાણે તહેવારોની ઉજવણી કરાશે.

ઇદે મિલાદુન્નબી તહેવાર અનૂલક્ષી ઝૂલૂસ કાઢવા માટે સરકારની સૂચના મૂજબ મંજૂરી લેવી ફરજિયાત છે. જો મંજૂરી વગર ઝુલુસ કાઢવામાં આવશે અથવા તો નિયમ કરતા વધારે સંખ્યામાં લોકો ભેગા કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઇએ ઉમેર્યું હતું.

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી બેઠકમાં કિશોરભાઈ રાઠોડ, ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ વાગડિયા, ભરતભાઈ ,રાજુભાઇ બાલધા, દિલીપભાઇ હોતવાણી, દિનેશભાઈ વોરા ,મુસ્લિમ સમાજના અગ્રણી અફરોજ ભાઈ લકકડકૂટા, મકબુલ ભાઈ ગરાણા, બાસીદ પાનવાલા, લઘુમતી મોરચાના બોદૂભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...