ધોરાજીમાં બિસ્માર રસ્તાઓ મામલે વેપારીઓએ ગાંધીગીરી કરી હતી અને પસાર થતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી રોષ વ્યક્ત કરાયો હતો અને એ રીતે તંત્રનું નાક વાઢીને હાથમાં આપી દેવાયું હતુ. જો હજુ પણ તંત્ર રસ્તાની મરામત માટે ગંભીર નહીં બને તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.ધોરાજીના જેતપુર રોડ સહિતના બિસ્માર રસ્તાઓ મામલે નિરાકરણ નહી આવતાં વેપારીઓ આગબબુલા બન્યા છે. વેપારીઓએ જણાવ્યું હતું કે રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય અનેક વખત રજૂઆત કરાઈ પણ કોઈ નિરાકરણ આવેલ નથી. વાહનચાલકો, વેપારીઓ વિદ્યાર્થીઓ તથા વૃધ્ધોને ઘણી તકલીફ વેઠવી પડી રહી છે.
છેલ્લા બે વર્ષમા ઘણી વખત જેતપુર રોડના વેપારીઓએ આંદોલન કર્યું છે, અનેક વખત રજૂઆત કરેલી છે પણ આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યુ ન હતું. હાલ થોડા દિવસો બાદ જન્માષ્ટમી નો ધાર્મિક તહેવાર આવવાનો હોય અને શાકમાર્કેટ થી જેતપુર રોડ તથા વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળવાની હોય પણ જેતપુર રોડ પરના મેઈન રસ્તાઓ બિસ્માર હોય અને વાહનવ્યવહાર મા ભારે તકલીફ થઈ રહી છે
ત્યારે આજરોજ જેતપુર રોડ પર ના વેપારીઓને નાછૂટકે ગાંધીગીરી કરવાની ફરજ પડી અને જેતપુર રોડ પરથી નિકળતા વાહન ચાલકોને રાહદારીઓને ગુલાબનુ ફુલ આપીને આવા જોખમી માર્ગો પર ચાલવા બદલ સન્માન કર્યું હતુ. જો આગામી દિવસોમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા હલ કરવામા નહીં આવે તો આંદોલન કરવામા આવશે તેવી ચીમકી પણ અપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.