કોંગ્રેસ સમિતિ આયોજિત સ્નેહમિલન સમારોહ:ધોરાજીમાં કોંગ્રેસના સ્નેહમિલનમાં મોંઘવારી અને બેકારી મુદ્દે ચર્ચા

ધોરાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને થતા અન્યાય અને લોકોની સમસ્યાઓ મુદ્દે લડી લેવા નિર્ધાર

ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ધોરાજી કોંગ્રેસ સમિતિ આયોજિત કાર્યકર્તા સ્નેહમિલન સમારોહમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્યો હર્ષદભાઈ રિબડીયા, બાબુભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા, લલિતભાઇ કગથરા, કોંગ્રેસ કિસાન મોરચાના પાલભાઇ આંબલીયા, ડી.એલ.ભાષા, હાજી ઈબ્રાહિમભાઈ કુરેશી, તાલુકા, જિલ્લાપંચાયત સદસ્યો, નગરસેવકો સહીત કાર્યકર્તાઓઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય વસોયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં કોંગ્રેસ કાર્યકર્તાઓના પરિશ્રમ અને વર્તમાન સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતનું રાજકારણ નવી દિશા તરફ વળશે.

આ અંગે ધારાસભ્ય કગથરાએ કાર્યકર્તાઓમાં જુસ્સો વધાર્યો હતો તો ધારાસભ્યો ચુડાસમા, વાજા અને રીબડિયાએ મોંઘવારી, ખેડૂતોની વ્યથા અને વેદના મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં ઉપલેટાના ખેડુત આગેવાન ડાયાભાઇ ગજેરા અને સાથી ખેડૂતો લખમીપુર ખીરીમાં કમોત પામેલા ખેડૂતોના અસ્થીકુંભને સભા સ્થળ પર લાવ્યા હતાં. જ્યાં સદગત કિસાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમારોહને સફ્ળ બનાવવાં માટે શહેર કોંગ્રેસ સમિતિનાં અરવિંદભાઈ વોરા, દિનેશભાઈ ટોપિયા, દિનેશભાઈ વોરા, ગોપાલભાઈ સલાટ, ચિરાગભાઈ વોરાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...