વિદાય સમારંભમાં ગામ રડ્યું:ધોરાજીના પાટણવાવ પો. સ્ટેશનના PSIની બદલી, ઢોલ-નગારાના તાલે ભારે હૈયે વળાવ્યા, રૂપિયાનો વરસાદ, ગ્રામજનો ભેટી ભેટીને રડ્યા

7 મહિનો પહેલા

ગુજરાતમાં નવી સરકાર આવતાં બદલીના ઓર્ડર અપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ ખાતામાં પણ બદલી થઇ રહી છે. જેને લઈ ધોરાજી તાલુકાના પાટણવાવ આવેલા પોલીસ સ્ટેશનના PSI વાય.બી. રાણાને પણ બદલીનો ઓર્ડર મળ્યો હતો. પરંતુ તેમની બદલીથી આખુ ગામ દુખી થયું હતું. ગામ લોકોએ પણ તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજ્યો હતો. પોલીસ સ્ટેશનના સ્ટાફ અને જનતા દ્વારા ભારે હૃદયે PSIને વિદાય આપવામાં આવી હતી. ગ્રામજનોએ ઢોલ-નાગારાના તાલે PSIને વિદાય આપી હતી. જેમાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગ્રામજનો PSIને ભેટી ભેટીને રડી રહ્યા હતા. આથી PSI પણ પોતાની આંખના આંસુ રોકી શક્યા નહોતા.

પોલીસવાનને પણ ફૂલોથી શણગારાઈ

પાટણવાવ પોલીસ સ્ટેશનના PSI વાય.બી. રાણાની બદલીનો ઓર્ડર આવ્યો હતો. ત્યારે પાટણવાવ પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા અનોખો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. PSI રાણાને ઢોલના તાલે વિદાય આપી હતી. તેમજ ફૂલો અને રૂપિયાનો વરસાદ કરીને વિદાયમાન કરાયા હતા. વિદાય સમારોહમાં પોલીસ સ્ટાફ ઢોલના તાલે નાચી ઉઠ્યો હતો. સાથે જ PSIની વિદાય વેળાએ સૌ કોઈ દુખી પણ થયા હતા. PSI રાણા ખુદ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. આમ ગ્રામજનો અને પોલીસ સ્ટાફ ભાવુક પણ થયા હતા. વાય.બી. રાણા ફરજ બજાવતા ત્યારે જે પોલીસવાનમાં બેસતા તેને ફૂલથી શણગારવામાં આવી હતી.