કામગીરી:ધોરાજીના બેદરકાર મહિલા બીએલઓ અંતે સસ્પેન્ડ

ધોરાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાહ કોલેજ મતદાન મથકમાં મહિલાના પતિ ચૂંટણી ફરજ બજાવતા હતા

ધોરાજીમાં ચૂંટણી ફરજ દરમિયાન બેદરકારી દાખવનારા બીએલઓ શિક્ષિકાને અંતે જિલ્લા શિક્ષણાધિકારીએ સસ્પેન્ડ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. ધોરાજીના કે.ઓ. શાહ કોલેજના મતદાન મથક ખાતે બીએલઓ તરીકે ફરજ બજાવતાં મહીલા શિક્ષીકા જોસનાબેન રાબડીયાના પતિ રાજૂભાઈને બીએલઓ તરીકે ફરજ બજાવતા હોવાની લોકોને જાણ થતાં ચૂંટણી પંચને રજૂઆત કરી હતી અને તાડબતોબ તેમને ઉઠાડી દેવાયા હતા અને તેમના પત્નીને ફરજમુક્ત કરાયા હતા. બાદમાં મામલો શિક્ષણાધિકારી સમક્ષ પહોંચ્યો હતો અને શિક્ષિકાને સસ્પેન્ડ કરાયા છે.

ધોરાજીના કે.ઓ. શાહ કોલેજના મતદાન મથક ખાતે જોસનાબેનને બીએલઓની ફરજ સોંપવામાં આવી હતી અને તેના બદલે શરૂઆતના કલાકોમાં તેમના પતિ રાજુભાઇ ં બેઠા હતા. લોકોએ તેનો રિપોર્ટ ચૂંટણી અધિકારીને કરતાં તે રિપોર્ટના આધારે ધોરાજી શાળા નંબર 11 ના પ્રાથમિક શિક્ષક જોસનાબેન રાબડીયા વિરુદ્ધ રાષ્ટ્રીય કામગીરીમાં બેદરકારી દાખવા બાબતે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 26નું ઉલ્લંઘન કરેલું હોય તેમ જ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અધિનિયમ 1997 ની કલમ 5 હેઠળ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૈલાએ જણાવ્યું હતું કે તેમના સસ્પેન્ડનો ઓર્ડર ધોરાજી તાલુકા પંચાયત શિક્ષણ અધિકારીને આપી દેવાયો છે અને જોસનાબેનને સસ્પેન્ડ આવેલ છે.

શું કહે છે નાયબ કલેક્ટર
ધોરાજી નાયબ કલેક્ટર જયેશ લિખિયાએ જણાવ્યું હતું કે ધોરાજીમાં બીએલઓ પત્નીના બદલે ફરજ પર બેઠેલા તેમના પતિ સામે પગલા ભરવા માટે રીપોર્ટ કરાયો હતો. મહિલા બીએલઓ કર્મચારી સામે વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય ફરજ બજાવવા મા બેદરકારી દાખવવા મામલે લોક પ્રતિનિધિત્વ ધારા તળે આકરી કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા કલેક્ટરને રીપોર્ટ કરાયો હતો. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ બાબતનો રિપોર્ટ પહોંચાડતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...