કાર્યવાહી:ધોરાજીની સરકારી કન્યા વિદ્યાલય ફાયર એનઓસીના અભાવે સીલ

ધોરાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની બાકીની હોસ્પિટલ, સ્કૂલો સહિતના સ્થળે ફાયર સેફટી મામલે તપાસ શરૂ

ધોરાજીની સરકારી કન્યા વિદ્યાલયને ફાયર એન.ઓ.સી મામલે નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે અને વિદ્યાલયને સીલ કરી દેવામાં આવ્યું છે. પાલિકાના આ પગલાંને લીધે અન્ય હોસ્પિટલો, શાળા ઇમારતો પણ આ મુદે ગંભીરતાથી વિચારીને ફાયરના સાધનો વસાવી સજ્જ બનવા તજવીજ શરૂ કરી દીધી છે.

ધોરાજીની સરકારી કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ધોરાજીની સરકારી કન્યા વિદ્યાલય શૈક્ષણિક સંસ્થાને ફાયર સેફટીના મુદ્દે સીલ કરી દેવાતા વિદ્યાર્થીઓ, વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.

તાકીદ છતા ગંભીરતા ન દાખવતા કાર્યવાહી
ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય બિલ્ડીંગના ફાયર સેફટી એનઓસી મામલે અવારનવાર તાકીદ કરાઈ હતી તેમ છતાં ગંભીરતાથી નહી લેવાતાં રિજીયોનલ ફાયર ઓફિસર કચેરીની સૂચના માર્ગદર્શન તળે કન્યા વિદ્યાલયના બિલ્ડીંગને સીલ કરીને આગળની કાર્યવાહી કરી છે. શહેરની બાકીની હોસ્પિટલ, સ્કૂલો સહિતના સ્થળો ખાતે ફાયર સેફટી મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. > પ્રદિપભાઈ હિરપરા, કર્મચારી,ધોરાજી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...