તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગાઇડલાઇનનો ભંગ:ધોરાજીના ભૂતવડની નર્સિંગ કોલેજે પરીક્ષા યોજી

ધોરાજી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતી વિદ્યાપીઠ દ્વારા યોજાઇ હતી પરીક્ષા : પોલીસે તપાસ શરૂ કરી

ધોરાજીનાં ભૂતવડ સરસ્વતી વિદ્યાપીઠ દ્વારા નર્સિંગ કોલેજમાં પરીક્ષા યોજી કોરોના ગાઇડલાઇન્સનો ભંગ કરવામાં આવ્યો હોઇ આ મામલે વીડિયો જાહેર થતા પોલીસે આ મુદે તપાસ હાથ ધરી છે. ધોરાજીનાં ભૂતવડ ગામે આવેલી સરસ્વતી વિદ્યાપીઠ નર્સિંગ કોલેજમા કોરોના ગાઇડ લાઇનનો ઉલાળિયો કરી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવતાં આ મુદો ગરમાયો છે અને વીડિયો જાહેર થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ મામલે સંસ્થાના અગ્રણી રણછોડભાઈ વઘાસિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે સરસ્વતી વિદ્યાપીઠ મા નર્સિંગ કોલેજ કાર્યરત છે. આ કોલેજના વિદ્યાર્થીઓ કોરોનામાં સેવા બજાવે છે. અગાઉ થયેલા આયોજન મુજબ ઈન્ટરનલ ટેસ્ટની તારીખ જાહેર કરવામા આવી હતી નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલ હાલ બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. જેથી સંકલનનો અભાવ થયો હોવાથી મામલો બન્યો હતો.

આ અંગે ધોરાજીના પીઆઈ હકૂમત સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમારા સુધી આ બાબત પહોચી ગઇ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહામારીના સમયે જ સરકારી કોવિડ ગાઇડલાઇન્સનો ભંગ કરી વિદ્યાર્થીઓની લેવાયેલી પરીક્ષાનો જે વીડિયો જાહેર થયો એ ચર્ચા અને તપાસનો મુદો બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...