તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન:ધોરાજીના 55,664 મતદાર 62 મતદાન મથક પર મતદાન કરશે, તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક

ધોરાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તંત્ર એ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 2 બેઠક માટે ચૂંટણી યોજાશે. ધોરાજી તાલુકાના 55,664 મતદારો 62 મતદાન મથકો પર મતદાન કરનાર છે. ધોરાજી તાલુકા પંચાયતની 16 સીટ અને જિલ્લા પંચાયતની બે સીટો માટે મતદારો મતદાન કરશે.

ધોરાજી નાયબ કલેક્ટર જી વી મીયાણી, મામલતદાર કે. ટી. જોલાપરા એ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત ની બે સીટો મોટી મારડ-20 અને સુપેડી - 32 તેમજ ધોરાજી તાલુકા પંચાયતની 16 બેઠકો ની ચૂંટણી ની તેયારી ઓ ને આખરી ઓપ અપાઈ ગયેલ છે જેમાં ધોરાજી તાલુકા અને જિલ્લા પંચાયત માટે 29,163,પુરુષ મતદારો અને 26,501 સ્ત્રી મતદારો કુલ 55,664 મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરનાર છે.

પ્રાંત અધિકારી હેઠળ ધોરાજી જિલ્લા પંચાયત ની સુપેડી, મોટીમારડ અને જામકંડોરણા તાલુકાની જામકંડોરણા અને દડવી કુલ ચાર જિલ્લા પંચાયત ધોરાજી તાલુકા પંચાયત ની 16 બેઠક માટે આઠ બેઠકના ચૂંટણી અધિકારી મામલતદાર અને આઠ બેઠક માટે તાલુકા વિકાસ અધિકારી ની જવાબદારી સોંપવામાં આવી છે.

કુલ 62 મતદાન મથકો જેમાં 34 સંવેદનશીલ છે. 400 થી વધારે કર્મચારીઓ વ્યવસ્થા અંતર્ગત જવાબદારી નિભાવશે. ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓની બે તાલીમ પૂર્ણ થઈ ચૂકી છે. આગામી દિવસમાં જનરલ મિટિંગ યોજાનાર છે તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજવા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો