શોભાયાત્રા:ધોરાજીમાં આજે ત્રણ શોભાયાત્રા અને એક યુવા ભાજપની બાઇક રેલી, આંબેડકર, મહાવીર જયંતી એક જ દિવસે હોય બેઠક

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજીમાં 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકર જયંતી, મહાવીર સ્વામી જયંતિની ઉજવણી કરવાની હોય 3 શોભાયાત્રાનું, એક યુવા ભાજપની બાઇક રેલીનું આયોજન કરાયું છે. બપોરે યુવા ભાજપની બાઈક રેલી, સાંજે ધોરાજી મેઘવાળ સમાજની શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ જાય તે બાબતે સહકાર આપવા પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે વિનંતી કરી હતી.

શાંતિ સમિતિની બેઠકમાં શહેરના હિન્દુ મુસ્લીમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા જ્યપાલસિંહ રાઠોડની સુચનાથી આજે 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકર જયંતી, મહાવીર સ્વામી જયંતી હોય ત્યારે એક દિવસમાં 3 શોભાયાત્રા અને એક યુવા ભાજપની બાઇક રેલી હોય ત્યારે શહેર માં શાંતિ એખાલસતા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...