વતન વાપસી:યુક્રેનમાં ફસાયેલા ધોરાજીના વિદ્યાર્થીની થઇ વતન વાપસી

ધોરાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે સરકારના પ્રયત્નોની સરાહના કરી

યુક્રેનમાં ફસાયેલો ધોરાજીનો મુસ્લિમ વિદ્યાર્થી અંતે વતન પરત આવી જતાં પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી અને પરિવારના ઉચાટનો અંત આવ્યો હતો. પરિવારે ભારત સરકારના પ્રયત્નો અને ઓપરેશન ગંગા મિશનની સરાહના કરવામાં આવી હતી.ધોરાજીનો યુવાન મોહંમદ ગરાના યુક્રેનના ચર્નીવર્શીમાં BSMU નેશનલ મેડિકલ યુનિવર્સીટીમાં એમબીબીએસમાં અભ્યાસ કરતો હતો. યુધ્ધ શરૂ થઇ જતાં તે ફસાઇ ગયો હતો. મોહંમદ ગરાનાએ જણાવ્યું હતું કે યુદ્ધ જાહેર થતાં જ ચારે તરફ નાસભાગ મચી હતી અને સાયરનના સતત અવાજો શરૂ થઇ ગયા હતા.

કલાકો સુધી રઝળપાટ કરીને બાદમાં હું રોમાનિયા બોર્ડર પહોંચ્યો અને ત્યાં અંદર પ્રવેશવા માટે પણ મારે સારી એવી માથાકૂટ થઇ પડી હતી. ચર્નીવર્શી સીટીમાંથી બહાર નીકળવા માટે પણ ઘણી મુશ્કેલીનો સામનો કર્યો હતો. ત્યારબાદમાં સરકારની વ્યવસ્થાથી તે હેમખેમ દિલ્હી અને બાદમા વતન પહોંચી શક્યો હતો. ગામનો દીકરો વતન પરત આવતા લોકો અને તેના પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી. સમાજના આગેવાન મકબુલ ભાઈ ગરાણા, યાસીન ભાઈ ગરાણા, આરીફ ભાઈ સહિતનાઓએ મોહમંદનું સન્માન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...