વિરોધ:વીજ કંપનીના ખાનગીકરણ સામે ધોરાજીમાં વિરોધ થયો

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો હસ્તકની વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે ધોરાજીમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ખાનગીકરણની પ્રક્રિયા બંધ રાખવા માગણી કરાઇ છે. ધોરાજી ખાતે જીઈબીની રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો હસ્તકની વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે વિરોધ કરાયો છે.

ધોરાજી ગુજરાત ઉર્જા સંયુક્ત સેકશન સમિતિના હોદેદારોએ જણાવ્યું હતું કે પ્રજાના કરવેરા અને પ્રજાના નાણામાંથી ઉભી થયેલી વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણથી સરકારી માલીકીના હક્કો જતા રહેશે. પ્રજાને મોટુ નુકસાન થશે તેમજ શહેરી વિસ્તારનાં નાના મધ્યમ લઘુ ઉદ્યોગ અને ગરીબી રેખા હેઠળના વીજ ગ્રાહકોને ખુબ જ મોંઘા ભાવની વિજળી મળશે. અને બીલમાં મળતી સબસીડી બંધ થશે. વીજ બીલોમાં મોટો વધારો કરાશે, આથી વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે રોષ વ્યકત કરાયો.

અન્ય સમાચારો પણ છે...