તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:ધોરાજી પોલીસના ચાર સ્થળે દરોડા, જૂગટું ખેલતાં 21 શખ્સ ઝડપી લેવાયા

ધોરાજી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શકુનિઓના રંગમાં ભંગ, પોલીસ દ્વારા રોકડ સહિતનો મુદ્દામાલ કબજે

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડિવિઝનના એ. એસ. પી, સાગર બાગમારના માર્ગદર્શન તળે ધોરાજી પીઆઇ હકુમતસિંહ જાડેજાએ ધોરાજી પોલીસ મથક વિસ્તારમાં સ્ટાફની અલગ અલગ ટીમ બનાવીને રેડ પાડીને જૂગાર રમતાં આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

જેમાં ધોરાજી, ઉપલેટા રોડ રાખોલીયા વાડી પાસે રહેતા ભાવીનભાઇ મનસુખભાઇના રહેણાકમાં જુગાર રમતા 7 શખ્સ ભાવીનભાઇ મનસુખભાઈ, કૅનીલભાઇ શાંતીલાલ, જેમીનભાઈ બીપીનભાઈ, જીજ્ઞેશભાઇ ભીખાભાઇ, દામજીભાઇ છગનભાઈ, મનોહરભાઈ છગનભાઈ, જતનબાઇ દીનેશભાઇને રૂપીયા 14,540, મોબાઈલ નંગ-6 કિંમત રૂ 1,57,000 સહિત કુલ રૂ. 1,71,540 મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય એક બનાવમાં વેગડી ગામની સીમ વિસ્તારમાં વશરામભાઇ લખમભાઇની વાડીએ જુગાર રમતા સંજયભાઈ કેશુભાઈ, પ્રકાશ પ્રેમજીભાઈ, રમેશભાઇ જીવાભાઈ, હિતેશભાઈ સાર્દુલભાઇ, રાજેશભાઈ નારણભાઈ, વશરામભાઈ લખમણભાઈને રૂ. 20450ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ચકલા ચોકમાં જુગાર રમતા અસલમભાઇ આરીફભાઈ, સરીફભાઇ બાબુભાઇને રૂ. 1130ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા, તો તોરણીયામાં સાંકળી જવાના રસ્તે જુગાર રમતા આરોપીઓ સંજયભાઈ કેશુભાઈ, પ્રકાશ પ્રેમજીભાઈ, રશભાઇ જીવાભાઈ, હિષભાઇ, સાદુલભાઇ, રાજેશભાઇ નારણભાઇ, વશરામભાઈ લખમણભાઈને રૂ. 20450ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...