ધોરાજી, ઉપલેટા ખાતેથી બ્રોડગેજ લાઈન પસાર થાય છે. ઉપલેટા અને ધોરાજી તાલુકાના નાગરિકોને વ્યાપાર સંબંધમાં આંતર રાજય વ્યાપાર અને ધોરાજી ઉપલેટા તાલુકાના વિદ્યાર્થીઓ નજીકના જિલ્લાઓ તેમજ બીજા રાજયમાં અભ્યાસ કરતા હોય તેમની મુશ્કેલીના નિવારણ માટે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર સાથે બેઠક યોજી હતી. જેમાં પાડલીયાએ નવી ટ્રેનો જેવી કે (1) પોરબંદર-રાજકોટ (2) પોરબંદર-મુંબઈ (3) પોરબંદર- બેંગલોરની ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરી હતી.
રેલવે પ્લેટફોર્મ લંબાવાય તે જરૂરી
ઉપરાંત ઉપલેટા રેલવે સ્ટેશન પર વધુ કોચની ટ્રેન આવતી હોય ત્યારે મુસાફરોને ખુબજ અગવડતા પડતી હોય છે જેને ધ્યાને લઈ તાત્કાલિક રેલ્વે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી તાત્કાલિક શરુ કરવા માંગણી કરી હતી. ધોરાજી-જુનાગઢ અને ધોરાજી-જમનાવડ રોડ ઉપર રેલ્વે ફાટકને કારણે અનેકવાર ટ્રાફીક જામ થવાથી નાગરીકોનો સમય અને અગવડતાઓ ભોગવવી પડે છે. આ બંને રેલ્વે ફાટક ઉપર તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા મંજૂરી આપવી જોઈએ તેવું ઉમેર્યું હતું.
માગણીઓ પર વિચાર કરવા મેનેજરની ખાતરી
પશ્ચીમ રેલ્વે મુંબઈના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ પાડલિયાની રજૂઆતો સાંભળી અને આ મામલે દિલ્હી ખાતે રજૂઆત કરીને નજીકના ટુંકા સમયમાં નવી ટ્રેનો તથા હાલમાં ચાલતી ટ્રેનો તથા જૂની ટ્રેનોની ફ્રિકવન્સી વધારવા, ફાટક ઉપર ઓવરબ્રીજ તેમજ ઈલેકટ્રી ફીકેશનના કામોનો તાત્કાલિક ઉકેલ આવશે તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.