હુકુમ:ધોરાજી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંડની રકમ ન ભરે તો વધુ ચાર માસ જેલમા રહેવું પડશે

ધોરાજી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી છે. આ અંગે ધોરાજીના એડવોકેટ બાબુભાઈ જાગાણીએ જણાવ્યું હતું કે ધોરાજીના ફરિયાદી રોહિતભાઈ મોહનભાઈએ કોર્ટમાં સામેવાળા તેમના કૌટુંબિક સાળા કલ્પેશ જમનભાઈ રહે ધોરાજી વાળાને સંબંધને નાતે રૂપિયા ૩ લાખ 50 હજાર રોકડા ઉછીના આપ્યા હતા.

જેની સામે આરોપીએ રૂપિયા 3.50.000 નો ચેક આપેલો હતો, જે ચેકનો સમય પૂરો થતાં અને ફરિયાદી રોહિતભાઈએ સામેવાળા કલ્પેશને રૂપિયા આપી દેવાનું જણાવતા તેમણે રૂપિયા નહીં આપતા ચેક બેંકમાં જમા કરાવ્યો હતો અને તે ચેક રિટર્ન થતાં બાદ ધોરાજીના એડવોકેટ મારફતે નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસનો પણ કોઈ પ્રત્યુતર નહીં મળતા અંતે ધોરાજી કોર્ટમાં ઘી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસની સુનાવણી શરૂ થતાં ફરિયાદીના વકીલે પુરાવાઓ રજૂ કરી જોરદાર દલીલો કરી હતી, જેની સામે ધોરાજી કોર્ટએ કલ્પેશ જમનભાઈને બે વર્ષની સજા અને રૂપિયા 3.50.000 ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો રકમ ન ભરે તો વધુ ૪ માસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...