તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરીઓ:ધોરાજી કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી

ધોરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 6.04 લાખનો ચેક અાપ્યો, પરંતુ બેંકમાં બેલેન્સ જ ન હતું !

ધોરાજીની અદાલતે ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી છે. ફરિયાદી સતિષભાઇ સુરેશભાઇએ મનીષભાઇ વશરામભાઇ રહે.

વેલંજાને ધંધામાં નાણાકીય જરૂરિયાત ઉભી થતા મિત્રતાના નાતે રૂા. 6,04,600 ઉછીના આપેલા હતા, જે રકમની ચુકવણી પેટે આપેલો રૂા. 6,04,600નો ચેક બેંકમાં જમા કરાવતા ચેક અપુરતા ભંડોળના કારણે રીટર્ન થતા તેની લેણી રકમ ચુકતે વસુલ ન મળતા ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138 મુજબ નોટિસ આપવા છતાં આરોપીએ ફરીયાદીને રકમ ન ચૂકવતા આરોપી સામે ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે ફરીયાદ ચાલી જતા ફરિયાદી તરફે વકીલે ઉચ્ચ અદાલતોનાં સિદ્ધાંતો ટાંકી દલીલ રજૂ કરી હતી, જેની સાથે સહમત થઇ ધોરાજીનાં ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને ધી નેગોશીએબલ ઇન્સ્ટુ.

એકટ કલમ-138 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને બે વર્ષની કેદની સજા તથા રૂપિયા રૂા, 6,04,600નો દંડ તથા દંડની રકમ ન ચુકવે તો વધુ ચાર માસ કેદની સજા તથા ફરીયાદીને રૂા. 6,04,600 વળતર પેટે ચુકવવા હુકમ ફરમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો