તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારી સાથે ખાધાખોરાકી વધી:ભરણપોષણના 1500ના બદલે 10,000 દેવા ધોરાજી કોર્ટનો હુકમ

ધોરાજી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવેથી દર મહિને પતિએ પત્નીને પાંચ આંકમાં ચૂકવણું કરવાનું રહેશે

ધોરાજીની અદાલતે ભરણપોષણના કેસમાં નોંધપાત્ર ચુકાદો આપ્યો છે, અદાલતે પત્નીની તરફેણ કરતાં ઉમેર્યું હતું કે મોંઘવારી જે રીતે વધી છે તેમાં 1500 રૂપિયામાં ગુજરાન શી રીતે ચાલે? આથી પતિએ 8500 વધારીને કુલ 10,000 ચુકવવા પડે. ધોરાજીની અદાલતે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓના આધારે આ ચુકાદો આપ્યો હતો.

ધોરાજીના શોભનાબેન ગભરુભાઈ વાળાએ ધોરાજી કોર્ટમાં ઘરેલુ તકરાર બાબતે સીઆરપીસી 127 મુજબ ખાધાખોરાકીમાં વધારો કરવા બાબતે અરજી દાખલ કરી હતી, જેના અનુસંધાને ધોરાજી કોર્ટમાં અરજદારના એડવોકેટ એ સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલો કરી હતી જે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ ગ્રાહ્ય રાખી અરજદારની કોર્ટમાં જુબાની લેતા કોર્ટના મેજિસ્ટ્રેટે ઐતિહાસિક ચુકાદો અરજદાર તરફે આપેલો હતો જેમાં અરજદાર મહિલાને રૂપિયા 1500 દર મહિને મળતા હતા તેમાં વધારો કરી 8500 વધારે ચૂકવી અને કુલ રૂપિયા 10,000 દર મહિને ચૂકવવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

ધોરાજીના એડવોકેટએ આ કેસ અંગે વધુમાં જણાવ્યુ હતુ કે ભરણપોષણના કેસમાં ધોરાજી કોર્ટનો આ મહત્વનો ચુકાદો ગણી શકાય અને તેના લીધે મહિલાને પોતાનું ભરણપોષણ મોંઘવારીના સમયમાં નિયમ પ્રમાણે મળી રહેશે જેથી ધોરાજી કોર્ટ એ મહિલાને ન્યાય આપ્યો હતો જે ચુકાદાને અરજદારના સંબંધીઓએ વધાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો