ધોરાજીની સરકારી હોસ્પિટલમાં જે તે સમયે લાખો રૂપિયાના ખર્ચે બનેલો ઓક્સિજન પ્લાન્ટ શરૂ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી આ પ્લાન્ટ તાકીદે શરૂ કરવા લોક માંગ ઉઠવા પામી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલમા 40 લાખનો ખર્ચ કરી ઓક્સિજન પ્લાન્ટ એક વર્ષ પહેલા જ બેસાડવામા આવ્યો છે પરંતુ છેલ્લા ચાર મહીનાથી આ ઓક્સિજન પ્લાન્ટ ટેકનિકલ ખામીઓના કારણે ધૂળ ખાઈ રહ્યો છે.
હોસ્પિટલના તંત્ર વાહકો દ્વારા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા, રિનોવેશન કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં કામગીરી શરૂ કરાઈ નથી, બીજી તરફ હવે ધીમે ધીમે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે આકસ્મિક કોઈ દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો શુ થશે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.
ધોરાજી સેવાભાવી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સરકારે જે તે સમયે આટલો જંગી ખર્ચ કર્યો છે તે અત્યારે તો ધૂળની ચાદર તળે પડ્યો છે. હવે કોરોનાની સ્થિતિ વણસે તે પહેલાં પ્લાન્ટ કાર્યરત કરવા માગણી ઉઠી છે. સરકારી હોસ્પિટલ ના અધિક્ષક ડો જયેશ વસેટીયને જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓકસીજન પલાન્ટ શરૂ કરવા રિનોવેશન કરવા માટે ની દરખાસ્ત કરાઈ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.