તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:ધોરાજીની સિવિલમાં 500 લિટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ બનશે

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી શરૂ, હવે પંથકના દર્દીઓનો ઓક્સિજન માટેનો રઝળપાટ અટકશે

ધોરાજીની કોરોના હોસ્પિટલ ખાતે 500 લિટરની કેપેસિટી ધરાવતા આધુનિક ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં આ પ્લાન્ટ શરૂ થઇ જશે અને દર્દીઓને ઓક્સિજન માટેનો રઝળપાટ અટકશે. કોરોનાની બીજી લહેરમા સંક્રમણ વધતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. દર્દીઓની સારવાર કરતી ખાનગી, સરકારી હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ ગયા હતા લોકોને ઓક્સિજન, ઈન્જેકશન, દવાઓ લેવા માટે દોડધામ કરવી પડી હતી.

સરકારની આરોગ્ય ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી હતી અને સરકારે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજનનો આધુનિક પ્લાન્ટ મજૂર કરતાં તંત્ર વાહકોએ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. મળતી વિગતો મુજબ ડિફેન્સ રીચર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને કેન્દ્ર સરકાર દ્વારા આ પ્લાન્ટ મંજૂર કરાતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ટીમે 500 લિટરની કેપેસિટી ધરાવતા પ્લાન્ટની કામગીરી શરૂ કરવા સ્થળ વિઝિટ કરી હતી અને બધું પાર પડી જતાં પ્લાન્ટનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...