તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ધોરાજી સિવિલમાં ડોક્ટર્સની નિમણૂક કરવા રજૂઆત કરાઇ

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમી એકતા સંગઠન દ્વારા મંત્રીને આવેદન
  • તબીબોના અભાવે લોકોને થાય છે ધક્કા

ધોરાજી કોમી એકતા સંગઠન દ્વારા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણુંક કરવા રજૂઆત કરાઈ છે. જેમાં જણાવાયું છે કે ધોરાજી પંથકમા સારી એવી નામના ધરાવતી સિવિલમાં જો નિષ્ણાત તબીબોની નિમણું કરી દેવામાં આવે તો સોને પે સુહાગા જેવી સ્થિતિનું નિર્માણ થઇ જાય.ધોરાજી કોમી એકતા સંગઠન દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી સહિતને આવેદનપત્ર આપીને સરકારી હોસ્પિટલમાં એમડી સહિતના નિષ્ણાત ડોક્ટરની ખાલી જગ્યા ભરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.

ધોરાજી કોમી એકતા સંગઠનના પ્રમુખ મોહમ્મદ અલી લાઈટર વાલા, જુબેરભાઈ કુરેશી,રફિકભાઈ બ્લોચ,કમલેશભાઈ ઠુંમર વિગેરેએ રાજ્યના આરોગ્યમંત્રી નિતિનભાઈ પટેલને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે, જેમાં જણાવ્યું છે કે ધોરાજી સરકારી હોસ્પિટલ દાતાઓના દાનથી અદ્યતન ચાર માળ ધરાવતી હોસ્પિટલ બનાવી છે, પરંતુ નિષ્ણાત તબીબોના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં એમડી તબીબ,ગાયનેક ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર , બાળરોગ નિષ્ણાંત સહિતના નિષ્ણાત તબીબોના અભાવે સ્થાનિક નગરજનોને સારવાર મેળવવામા હાલાકી ભોગવવી પડે છે.

આથી જો સરકારી હોસ્પિટલ ખાતે તબીબોની નિમણૂંક કરવામાં આવે તો આસપાસના પંથકના લોકો કે જેમના માટે આ સિવિલ આશીર્વાદ સમાન છે તેમને અને દર્દીઓને ફાયદો થશ અને તેમને જુનાગઢ કે રાજકોટ સુધીના ધક્કા બચી જશે તેમ આવેદન પત્રના અંતમાંજણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...