ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આંખ-દાંત વિભાગને દાતાઓ દ્વારા રૂા 54 લાખથી વધુના તબીબી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા અને તેના પગલે ધોરાજી સિવિલને નવી સુવિધા મળી હતી અને સ્થાનિક દર્દીઓને ઘરઆંગણે જ હાઇટેક સુવિધા મળશે.
મોટીમારડ અને ધોરાજીના દાતાઓ કે જેઓ હાલ અમેરિકા રહે છે. તેઓએ વતનનું ઋણ ચૂકવવા માટે આંખ, દાંતના આધુનિક તબીબી સાધનો ભેટ આપતા સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ ઉપલેટા , ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને સરકારી હોસ્પિટલના સહયોગથી લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં ડો. જીતેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા , ડેપ્યુટી કલેકટર જયેશ લીખિયા, ડો. ભાવજીભાઈ કુંડારીયા , ડો. પિયુષભાઈ ટોલીયા, નલીનીબેન સોલંકી ,ડો. નયનાબેન શાહ વગેરે હાજર રહ્યા હતાં.
આંખ, દાંતની સારવાર માટે દૂર નહીં જવું પડે
સિવિલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયને જણાવ્યું હતું કે માઈક્રોસ્કાય,ટેલી સ્કેન, આંખના દબાણ માપવાનું સાધન અને ઓટો રેપ, આંખના નંબર ચેક કરવાનું મશીન તેમજ સ્લીટ લેમ્પ, આંખની તપાસ કરવાનું મશીન, તેમજ જે મશીનથી આંખની છારી ઉતારી શકાય છે તે અહીં ઉપલબ્ધ થયા છે. તેમજ ડેન્ટલ વિભાગ માટે બે આધુનિક ચેર અને ડેન્ટલ એક્સ રેની સુવિધા અહીં ઉભી કરી દેવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.