વિરોધ:ધોરાજી શહેર ભાજપના પંજાબ સરકાર વિરુદ્ધ દેખાવો, સૂત્રોચ્ચાર

ધોરાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડલ માર્ચ સાથે રેલી યોજી સુરક્ષામાં છીંડા સામે રોષ ઠાલવ્યો

ધોરાજી શહેર ભાજપ દ્વારા પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં છીંડાના મામલે પંજાબ સરકાર વિરુદ્ધમાં દેખાવો કરી સૂત્રોચ્ચાર કરાયો હતો. ધોરાજી શહેર ભાજપ દ્વારા ધોરાજીમાં જેતપુર રોડ અંવેડા ચોક ખાતે ધોરાજી શહેર ભાજપ, બક્ષીપંચ મોરચો ,યુવા મોરચો ,અનુ.જાતિ મોરચો, લઘુમતી મોરચો કિસાન મોરચો વિગેરે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની હાજરીમાં કેન્ડલ માર્ચ સાથે રેલી યોજવામાં આવી હતી . આ રેલીમાં જિલ્લા ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, લલીતભાઈ વોરા, જિલ્લા કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી, ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા, મનીષભાઈ કંડોલીયા, પરેશભાઈ વાગડિયા, ધીરુભાઈ કોયાણી, રાજુભાઈ બાલધા, કૌશિકભાઈ વાગડિયા સહિતના જોડાયા હતા અને પંજાબના મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માફી માંગે જેવા બેનરો લઈ તમામ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

ધોરાજી શહેર ભાજપના કાર્યકર્તાઓએ કેન્ડલ માર્ચ સાથે રેલી પણ યોજી હતી અને જાહેરમાં સૂત્રોચ્ચારો સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...