ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માગણી:ધોરાજી અને ઉપલેટાની સિવિલના ઓક્સિજન પ્લાન્ટ ‘શો પીસ’ બન્યા

ધોરાજી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર સ્થિતિ વણસવાની રાહ જુએ છે!
  • પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને વિગતે પત્ર પાઠવી પ્લાન્ટ શરૂ કરવા માગણી કરી

ધોરાજી અને ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ખાસ ઉભા કરવામાં આવેલા ઓકસીજન પ્લાન્ટ શરૂ કરવા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્ય મંત્રીને લેખીત રજૂઆત કરવામાં આવી છે અને તેમાં જણાવાયું છે કે એક તરફ કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે અને જે તે સમયે ઉભા કરવામાં આવેલા પ્લાન્ટ હજુ પુન: શરૂ કરવામાં તંત્ર ચાંચુડી ઘડાવું છું તેવો તાલ સર્જી રહ્યું છે. આથી આ બન્ને મહત્વની સિવિલ હોસ્પિટલમાં આ પ્લાન્ટ તાબડતોબ શરૂ કરવામાં આવે તેવી માગણી છે.

ધોરાજી ઉપલેટા માં સિવિલ હોસ્પિટલ માં ઓકસીજન પ્લાન્ટ બંધ હાલત માં હોય હાલ ફરી કોરોનાના એ માથું ઊંચક્યું છે ત્યારેધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ ગુજરાત ના મુખ્ય મંત્રી ને પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યું છે. કે હાલમાં ધોરાજી, ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ છે ત્યારે ફરી રાજકોટ જિલ્લામાં કોરોના નો વ્યાપ વધ્યો છે આવા સમયે ઓકસીજન પ્લાન્ટને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની જરૂર છે.

આ અંગેવસોયાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરાજી, ઉપલેટામાં ઓક્સિજન પ્લાન્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એક તરફ આરોગ્ય વિભાગ સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરે છે તો શું વધતી મહામારીને રોકવાની જવાબદારી માત્ર લોકોની જ છે? તંત્રએ પણ પુરી સજ્જતા નહીં કેળવવી પડે?

અન્ય સમાચારો પણ છે...