વસાવાના વર્તન સામે વિરોધ:ધોરાજીમાં અધિકારીઓનું કાળી પટ્ટી પહેરી પ્રદર્શન

ધોરાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર કચેરીના કર્મચારીઓએ સાંસદના વાણીવિલાસ સામે રોષ ઠાલવ્યો
  • રાજયના મામલતદાર એસોસિએશનની સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ

સાંસદ મનસુખ વસાવાએ કરજણના મામલતદાર સામે કરેલા વાણી વિલાસ અને અભદ્ર વર્તન સામે મામલતદાર કચેરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે રોષ છવાયો છે. સાંસદના આવા વર્તનના વિરોધમાં ધોરાજી મામલતદાર કચેરીના અધિકારી અને કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને રોષ વ્યક્ત કર્યો છે.

રાજયના સાંસદ મનસુખ વસાવાએ કરજણનાં મામલતદાર સાથે અસભ્ય વર્તન કરી બેફામ ગાળો ભાંડતા રાજયના રેવન્યું વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. સાંસદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ધોરાજી મામલતદાર કે.ટી.જોલાપરા, નાયબ મામલતદાર નંદાણીયાભાઈ, યોગીરાજસિંહ ગોહીલ સહિતના તલાટીમંત્રીઓ કાળી પટ્ટી બાંધી ફરજ પર જોડાયા હતા.

આ તકે મામલતદાર જોલાપરાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજયના મામલતદાર એસોસિયશન દ્વારા સાંસદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો કાર્યવાહી કરવામા નહીં આવે તો કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી જશે અને ના છૂટકે તમામ કર્મચારીએ આગામી દિવસોમાં મજબૂતાઈ પૂર્વક વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...