તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખાલી પડેલી ડોક્ટરની જગ્યા ભરવા માંગ

ધોરાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપ દ્વારા સિવિલના વિવિધ પશ્ને આવેદનપત્ર આપી રજૂઆત

ધોરાજી સિવિલમાં ડોક્ટરોની ખાલી જગ્યા, કોવિડની કામગીરી મામલે આપ દ્વારા રાજ્યપાલને આવેદન આપીને રજૂઆત કરાઈ છે.

ધોરાજી આમ આદમીપાર્ટીના પ્રમુખ પ્રવિણભાઈ હરપાલે રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રીને કરાયેલી લેખીત રજૂઆતમાં જણાવ્યું છે કે ધોરાજી શહેરમાં કોરોના મહામારી અન્વયે સરકારી હોસ્પિટલમાં હાલમાં કોરોના દર્દીઓની સારવાર માટે આશરે 70 બેડનું કેવિડ સેન્ટર ચાલુ કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં એમડી તબીબ ન હોવાથી ગંભીર દર્દીઓને સારવાર લેવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ધોરાજી સરકારી હોસ્પિટલના બીલ્ડીંગમાં ઓક્સિજન ટેન્ક કાર્યરત હોવા છતાં નવી ઓક્સિજન ટેન્ક માટે મોટી રકમની ફાળવણી કરી છે.

દર્દીઓનાં સેમ્પલ રાજકોટ મોકલાઇ છે, જે ચાર દિવસે આવે છે તેવા સંજોગોમાં મોડા રીપોર્ટ આવવાથી દર્દીની યોગ્ય સારવાર ડોકટર ન કરી શકતા હોય યોગ્ય દવા અને ઈન્જેકશનો રીપોર્ટ વિના આપી શકતા ન હોય આ સંજોગોમાં દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યા હોય તેવા બનાવો બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...