ખોટા દંડ સામે વિરોધ:ધોરાજીમાં રસીકરણમાં થતી હાલાકી નિવારવા વેપારી મહામંડળની માગણી

ધોરાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના નામે થતી હેરાનગતિ બંધ નહીં થાય તો બંધનું એલાન

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારાં કોવિડ રસીકરણ અંગેના જાહેરનામાને વેપાર ઉદ્યોગ મહામંડળે આવકાર્યું છે તો બીજી તરફ રસી મેળવવાં પડતી હાલાકી દૂર કરવા માગણી કરાઈ છે. કલેક્ટરે વેપારીઓને 10 દિવસમાં રસી લઇ લેવાની તાકીદ કરી છે અને જો રસી ન લે તો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવા સુચના આપી છે તે અનુસંધાને વેપારીઓએ જણાવ્યું હતું કે રસી લેવામાં હાલના સંજોગોમાં તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

લલીતભાઇ વોરાએ જણાવ્યું હતું કે રસી બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળએ તમામ લોકોને વારંવાર અપીલ કરી છે કે રસી લેવી જ જોઈએ, રસી ન લેવા બાબતે કોઇ વિરોધ નથી, પરંતુ હાલમાં રસી લેવા બાબતે ઓનલાઇન રજિસ્ટ્રેશન થતું નથી. વેપારીઓ અનેક મુશ્કેલી ભોગવી રહ્યા છે તેમજ ડાયરેક્ટ હોસ્પિટલ જાય તો તેનો વારો આવતો નથી.

આ બાબતે પહેલા તો રસીનો સ્ટોક અને રસી બાબતે કેમ્પ કરવા જોઈએ. કોરોના નેગેટિવનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે અને એ પ્રમાણપત્ર રજુ ન કરેતો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે તેમ જ દુકાનો બંધ કરાવી દેશે તે પ્રકારના જાહેરનામા સામે ધોરાજી વેપારી મહામંડળે વિરોધ કર્યો છે. પોલીસ પણ માસ્ક બાબતે હેરાન પરેશાન કરે છે. પોલીસ વારંવાર વેપારીઓની ટાર્ગેટ બનાવે છે તે યોગ્ય નથી.

જો આવું જ ચાલુ રહેશે તો બંધનું એલાન આપવું પડશે તેમ પણ ચીમકી આપી છે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઇ માથુકિયાએ જણાવ્યું હતું કે વેપારીઓ જે પ્રકારે સરકારને ટેકો આપી રહ્યા છે તેનો દુરુપયોગ પોલીસ કરી રહી છે કારણ કે વારંવાર વેપારીઓને માસ્ક બાબતે ટાર્ગેટ બનાવે છે તે યોગ્ય નથી સોની વેપારી મીત હિતેશભાઈ ધીનોજાએ જણાવ્યું કે પ્રથમ તો વેપારીઓને સહેલાઈથી રસી મળી શકે તે માટે વ્યવસ્થા થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...