તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ધોરાજીમાં ચાલતા શંકાસ્પદ મરકજ સામે કાર્યવાહીની માંગ

ધોરાજી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મરકજ બંધ કરાવવા સુન્ની મુસ્લિમ જમાતનું ના. કલેક્ટરને આવેદન

ધોરાજીમાં શંકાસ્પદ રીતે ચાલતા મરકજ સામે મુસ્લિમ આગેવાનોએ જ શંકાની સોય તાકીને આ પ્રવૃત્તિઓ બંધ કરાવવા નાયબ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના આરીફભાઈ ભેંસાણીયા સહિત આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા અને અભણ અને ગરીબ મુસ્લિમોને પૈસા અને સુખ સગવડની લાલચ આપી અને ઈસ્લામ ધર્મના નિયમોને ફેરવી, તોડી નફરત અને જેહાદી પ્રવૃત્તિ શિખવવાનું અને દેશ વિરોધી પ્રવૃત્તિ અને સુન્ની મુસ્લિમોને બદનામ કરવા આતંકવાદી પ્રવૃત્તિ કરવા અને ફિરકા પરસ્તિ કરી અને ધોરાજી શહેરની શાંતિ ડહોળવા માટે એક મુસ્લિમ પરિવાર એક સુમસામ જગ્યા પર જેતપુર રોડ આરડીસી બેન્ક પાછળની ગલીમા ગુપ્ત મરકજ થોડા સમયથી ચલાવી રહ્યો છે.

આવેદનમાં એમ પણ ઉમેરાયું છે કે નબળી માનસિકતા ધરાવતા લોકોને મોટી રકમ તેમજ અન્ય સુવિધાઓ આપી ભેદી પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. આવા સંગઠનને દેશ બહારથી અઢળક નાણું હવાલા મારફત મોકલવામાં આવે છે. આથી આ શંકાસ્પદ મરકજને બંધ કરાવવામાં આવે અને કાયદેસરની તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો