તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ધોરાજીમાં સાત કેસ પોઝિટિવ સિવિલમાં 70 બેડ આપવા માંગ

ધોરાજી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ વધતા તબીબો અને નર્સની સંખ્યા વધારવા રજૂઆત

ધોરાજી પંથકમાં કોરોના પોઝિટિવ કેસનું સંક્રમણ વધતાં અને એક દિવસમાં સાત પોઝિટિવ કેસ નોંધાતા સરકારી કોવિડ હોસ્પીટલમાં 70 બેડની મંજૂરી સાથે તબીબોની નિમણુંક કરવાં લોક માંગ ઉઠી છે.હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયનનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સરકારી કોવિડ હોસ્પિટલમાં 272 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 150 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે અને 96 દર્દીઓને અન્ય શહેરમાં રીફર કરવામાં આવ્યા છે હાલમાં ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલમાં 25 દર્દીઓ દાખલ છે જેમાંથી 17 દર્દી ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે અને બાકીના આઠ દર્દીઓ કોરોના ની સામાન્ય સારવાર લઇ રહ્યા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં પહેલા 8 સિનિયર ડોકટરો હતા. હાલમાં ચાર ડોક્ટરો છે પરંતુ એમ ડી તેમજ એમ.બી.બી.એસ ડોક્ટર ફુલટાઈમની જરૂર છે.

દર મહિને ફાયર સેફ્ટીની તાલીમ અપાય
ફાયર સેફ્ટી અંગે તેમણે જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના તમામ પ્રકારના સાધનો રાખવામાં આવ્યા છે તેમજ કર્મચારીઓને આ પ્રકારની નિયમિત તાલીમ પણ આપવામાં આવે છે ધોરાજી સરકારી હોસ્પિટલના કર્મચારીઓને દર મહિનાની છઠ્ઠી તારીખે ફાયર સેફ્ટીની સ્પેશિયલ તાલીમ પણ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો