માગણી:ધોરાજીમાં સ્ક્રેપના દબાણ દૂર કરવા ડે. કલેક્ટરને રજૂઆત

ધોરાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆતો અને નોટિસ છતાં સ્થિતિમાં સુધારો નહીં

ધોરાજીમાં સ્ક્રેપ ધંધાર્થીઓના દબાણો દૂર કરવા ભાજપ અગણીઓ દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ છે. ધોરાજી શહેરમાં ભંગારના ધંધાર્થીઓ દ્વારા શહેરભરમાં થયેલા ગેરકાયદે દબાણો મામલે વોર્ડ નંબર એક નાં મહિલા સદસ્યા સોનલબેન બાલધાએ કરેલી રજૂઆત બાદ તંત્ર દ્વારા નોટિસો આપ્યા બાદ દબાણો દૂર નહી થતાં ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માંથુકીયા, મંત્રી વિઠલભાઈ હીરપરા એ નાયબ કલેક્ટર જી.વી. મીયાણીને રજૂઆત કરીને પગલા લેવા માગણી કરાઈ છે.

ધોરાજી શહેર ભાજપનાપ્રમુખ વિનૂભાઈ માથૂકિયા, વિઠલભાઈ હિરપરાએ નાયબ કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે સ્ક્રેપના ધંધાર્થીઓ દ્વારા મેળાના મેદાનમાં તેમજ લાતી પ્લોટથી લઈને નાંભીરાજ સોસાયટી સુઘી મુખ્ય માર્ગો પર લોકો ચાલી ન શકે તેવા દબાણો થયાં છે. જો સત્વરે ઘટતું કરવામા નહી આંદોલન શરૂ કરવા ની ચીમકી અપાઇ છે. આ અંગે ધોરાજી નાયબ કલેક્ટરે જણાવ્યું છે કે અમને રજૂઆત મળી છે અને તપાસની સુચના આપી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...