તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ધોરાજીમાં સગીરાને લગ્નની લાલચે ઉપાડી ગયાની ફરિયાદ

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન થાય એ પહેલાં જ જમાઇ ભગાડી ગયો

જુનાગઢ રોડ પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા રામભાઈ કરશનભાઈ એ ધોરાજી પોલીસ મથકે આરોપી વિજય ચંદુભાઈ વિરૂધ્ધમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની સગીર વયની દીકરી 15 વર્ષ અને 4 માસની હોય અને તેમની સગાઇ પાંચ છ માસ પહેલા બરવાળા (બોટાદ) રહેતા વિજય ચંદુભાઈ સાથે કરવામાં આવી હતી. આજુ બાજુની ઓરડીમાં પૂછપરછ કરતા જાણવાં મળેલ કે એક ભાઈ બાઇક લઈને આવ્યા હતા અને તેમાં તમારી દીકરી અને જમાઈ બેસીને જતા રહ્યા. જેથી ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે આરોપી જમાઈ વિજય ચંદુભાઈ રહે બરવાળા જીલ્લો બોટાદ તેમજ તેને મદદ કરનાર બાવલી અરવિંદભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...