ધોરાજીના સ્ટેશન રોડ પરના ભોલા દર્શન એપોર્ટમેન્ટમાં આવેલી બે દુકાનનો ભાડા કરાર પૂરો થઇ ગયો હોવા છતા પણ ખાલી ન કરતા દુકાનના માલિકે બે ભાડુઆત સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મળતી માહિતી અનુસાર ધોરાજીના સ્ટેશન રોડ પર ભોલા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી શિવકુમાર મહેન્દ્રભાઈ પટેલે જગદીશ કલ્યાજી અને અલ્તાફ અબ્બાસભાઈ વિરૂધ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાત અને લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી શિવકુમાર મહેન્દ્રભાઈએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા મહેન્દ્રભાઈએ પોતાની માલિકીની જમીન જગદીશભાઈને મોટર ગેરેજ કરવા અને અલ્તાફને મોતી આમલેટની દુકાન કરવા માટે ભાડા કરારથી આપી હતી. મહેન્દ્રભાઈ બાદ વારસાઈ મિલ્કત તરીકે આ જમીન શિવકુમારને મળી હતી. મહેન્દ્રભાઈએ 280 ચોરસવાર જમીન વર્ષ 2006 અને 2008 દરમિયાન 11 વર્ષના ભાડા કરાર કર્યો હતો.
પરંતુ ભાડા કરાર પુરો થઈ ગયા બાદ પણ બન્ને શખ્સે મોટર ગેરેજ અને દુકાન ખાલી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. શિવકુમારે અવારનવાર પોતાની દુકાનો પરત સોંપી દેવા અનેક ધક્કા ખાધા હતા છતાં પણ લાખોની મિલ્કત પચાવી પાડવાનો ઈરાદો હોય જગદીશભાઈ અને અલ્તાફે દુકાનો ખાલી ન કરતા યુવાને અંતે પોલીસ સમક્ષ ફરિયાદ કરાઈ છે. આ મામલે જેતપુર નાયબ પોલીસ વડા મહર્ષિ રાવલે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.