રાજકોટ:જામકંડોરણાના રાયડી ગામે કોરોના પોઝિિટવ કેસના પગલે બફર ઝોન જાહેર

ધોરાજી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાયડી ગામે કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારને સીલ કરી CCTV મુકાયા

જામકંડોરણાના રાયડી ગામે કોરોના પોઝીટીવ કેસના પગલે બફર ઝોન, કન્ટેટમેનટ ઝોન જાહેર કરાયુ છે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવણી કર્યો છે.  જામકંડોરણા તાલુકાના રાયડી ગામે સુરતથી આવેલા પટેલ યુવકને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા રાયડી ગામને તંત્ર વાહકો દ્વારા બફરઝોન જાહેર કરાયો છે. ધોરાજી નાયબ કલેક્ટર જી વી મીયાણી, જામકંડોરણા મામલતદાર ખરાડી સહિતના અધિકારીઓની ટીમ રાયડી ગામે દોડી જઈને તકેદારી સાવચેતી પગલા ભર્યા છે. રાયડી ગામે પોઝીટીવ કેસ નોંધાતા આ ગામમા તંત્ર દ્વારા રાયડી ગામે  શિવ મંદિર પાસેની શેરીના 11 ઘરોને કન્ટેન્ટમેન્ટ ઝોન અને શિવ મંદિર પાસેના વિસ્તારના 156 ઘરોને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેમજ તંત્ર દ્વારા આ વિસ્તારમાં આડસ ઉભી કરીને સીલ કરાયો છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં તંત્ર વાહકો દ્વારા સી.સી.ટીવી કેમેરા ફિટ કરવામા આવ્યા છે તંત્ર વાહકો દ્વારા ગામમા દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...