સમસ્યા:ધોરાજીમાં બિસ્માર રોડ મુદ્દે ચક્કાજામ, લોકોમાં ભારે રોષ

ધોરાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી પંથકમાં બિસ્માર રોડ અને મસમોટા ખાડાથી કંટાળી લોકો રસ્તારોકો આંદોલન તરફ વળ્યા. - Divya Bhaskar
ધોરાજી પંથકમાં બિસ્માર રોડ અને મસમોટા ખાડાથી કંટાળી લોકો રસ્તારોકો આંદોલન તરફ વળ્યા.
  • જેતપુર રોડ પર અનેક ખાડા પડી જતા ચાલકો ત્રસ્ત
  • પોલીસ દોડી ગઇ, તંત્રએ ખાતરી દેતાં અંતે મામલો થાળે પડ્યો હતો

ધોરાજીના જેતપુર રોડ પર સ્થાનીક રહીશોએ બિસ્માર રોડ રસ્તાઓ મામલે નગરજનોએ ચક્કાજામ કરી રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે સ્થાનીક રહીશોએ જણાવ્યું હતું કે ધોરાજીના જેતપુર રોડ સહિતના અનેક બિસ્માર રસ્તાઓ મામલે અવારનવાર રજૂઆત કરવા છતા તંત્ર વાહકો દ્વારા સમસ્યા હલ નહી કરાતા લોકોમા રોષ વ્યાપી ગયો છે.

બિસ્માર રસ્તાની સમસ્યા હલ કરવા સ્થાનીક રહીશોએ ચક્કાજામ કરી દીધો હતો. ધોરાજીના જેતપુર રોડ પર સ્થાનીક રહીશોએ ચક્કાજામ કરતાં વાહનોની લાંબી લાઈન લાગી ગઇ હતી. અનેક વાહન ચાલકો ફસાયા હતા. આ મામલે પોલીસને જાણ થતાં ટીમે દોડી જઈને સ્થાનીક રહીશો સાથે ચર્ચા કરીને મામલો થાળે પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...