સુવિધા:ભાવનગર-સુરેન્દ્રનગર અને પોરબંદર-રાજકોટ ટ્રેન શરૂ

ધોરાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર રેલવે ડિવિઝનની વધુ બે ટ્રેનની સુવિધા

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝન દ્વારા વધુ બે ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ બંને ટ્રેન દરરોજ તેમના નિયત કરેલા સ્થાનથી પ્રસ્થાન થશે. જેમાં સુરેન્દ્રનગર-ભાવનગર સવારે 9:40 જયારે પોરબંદર-રાજકોટ રોજ 14:30 કલાકે પ્રસ્થાન થશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝન પશ્ચિમ રેલવે કોવિડ -19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગમાં વધારો થવાને કારણે ભાવનગર - સુરેન્દ્રનગર અને પોરબંદર - રાજકોટ વચ્ચે બે ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

ભાવનગર - સુરેન્દ્રનગર દૈનિક સ્પેશ્યલ ભાવનગર ટર્મિનસથી બપોરે 05:00 કલાકે ઉપડશે અને સવારે 9:00 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે.સુરેન્દ્રનગર - ભાવનગર દૈનિક લોકલ ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગર - ભાવનગર દૈનિક સ્પેશ્યલ સુરેન્દ્રનગરથી 09:40 કલાકે ઉપડશે અને 13:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

રાજકોટ - પોરબંદર દૈનિક વિશેષ ટ્રેન સવારે 07.00 કલાકે રાજકોટથી ઉપડશે અને તે જ દિવસે 11.35 કલાકે પોરબંદર પહોંચશે. પોરબંદર - રાજકોટ ડેઇલી સ્પેશિયલ પોરબંદરથી દરરોજ 14.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 18.40 કલાકે રાજકોટ આવશે. ઉપરોક્ત ટ્રેનોની વિગતવાર માહિતિ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inવેબસાઇટની મુલાકાત લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...