તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ધોરાજીમાં હોમ આઇસોલેશનની સુવિધા પ્રશ્ને મહિલા પર હુમલો

ધોરાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોખંડનો પાઇપ લાગતા ઇજાગ્રસ્ત આગેવાન સારવારમાં

ધોરાજીમાં કોરોનાના દર્દીને હોમ આઇસોલેશનની સુવિધા આપવા મામલે ભાજપના મહિલા અગ્રણી ઉપર હૂમલો થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના મામાને તેમનું જૂનું ઘર ખોલી તેમાં અાઇસોલેશનમાં રાખવાની બાબતે સામેવાળાઓએ વાંધો લીધો હતો અને મારામારી કરી હતી. ધોરાજી ભાજપ મહિલા અગ્રણી સુનેરાબેન ઘાંચી ઉપર ધોરાજીના બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઈજા થતા સારવાર મા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે ફરિયાદી સુનેરાબેન મકબુલભાઈ ઘાંચીએ જણાવ્યું છે કે મારા મામા યુસુફભાઈ સોલંકી કે જેઓ મેંદરડા ગામ ખાતે રહે છે તેઓ કોરોના પોઝિટિવ હોય અને ઓક્સિજનનો પ્રોબ્લેમ હોય તેથી તેમને ધોરાજી લાવવામાં આવ્યા હતા અને ધોરાજીના રાખોલીયા ચોક પાસે તેમના બાનું જૂનું મકાન બંધ હોય જે મકાન ખોલી તેમાં રાખવાના હતા, પરંતુ સામેવાળા સલીમ ગફાર અને તેનો પુત્ર તોશીક સલીમ બંનેએ ઉશ્કેરાઇ જઇ મકાન આપવાની ના પાડી દેતા મામલો બિચક્યો હતો અને મકાન બાબતે હું ધોરાજી પોલીસ સ્ટેશનમાં જઈશ તેવું જણાવતા તોસીક સલીમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીના માથા ઉપર લોખંડનો પાઈપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ કરતાં પોલીસે આરોપી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો