મોટાપુત્રનો માતા પર હુમલો:સુપેડીમાં જમીનના ભાગ મામલે મહિલા પર હુમલો

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના દીકરા માટે હિસ્સો માગતાં પતિ,પુત્રએ માર માર્યો

ધોરાજીના સુપેડી ગામે જમીનના ભાગ મામલે મહિલા પર હુમલો કર્યો હતોે. પરિણીતાએ નાના પુત્ર માટે પતિ પાસે હિસ્સો માગતાં વાત વણસી હતી અને પતિ અને મોટાપુત્રએ માતા પર હુમલો કરતાં તેણીને ઇજા પહોંચી હતી અને સારવારમાં ખસેડી હતી.

ધોરાજીના સુપેડી ગામે રહેતા ઉષાબેન ભલાણીએ નાના પુત્રના જમીનનો હિસ્સો માંગવા જતાં ઉશ્કેરાયેલા આરોપી પતિ અને પુત્ર એ હૂમલો કરતાં ઈજા થતા સારવારમા હોસ્પિટલ ખસેડાયા હતા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સમક્ષ ફરિયાદી ઉષાબેન રસીકભાઈ ભલાણી ઉ.વ.58 એ જણાવ્યું હતું કે ,અમારે સંતાનમાં બે પુત્ર છે અને હું મારા પતિ અને બંને પુત્રો સાથે રહેતા હતાં.

જે બાદ અમારી 21 વિઘા જમીનના ભાગ પાડવા બાબતે માથાકુટ થતાં હું નાના પુત્ર સાથે અલગ રહેતી હતી.બાદમાં મારા નાના પુત્રના ભાગમાં આવેલી જમીન મારા પતિ રસીકભાઈ અને મોટા પુત્ર હીરેને વાવવાની ના પાડી દીધી હતી. જે બાબતે હું બન્નેને સમજાવવા જતાં ઉશ્કેરાઈ જઈને મારામારી કરતાં ગંભીર ઈજા થતા સારવાર લેવી પડી હતી. આ મામલે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...