તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધોરાજીમાં ધુમાડો કરવાની ના પાડતાં આધેડ પર હુમલો, ચારેય શખ્સને ઝડપી લેવા તજવીજ

ધોરાજી3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ધોરાજીના ફરેણી રોડ પર ધૂમાડો કરવા મામલે ચાર શખ્સોએ આધેડ પર હૂમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધોરાજીના ફરેણી રોડ ખાતે રહેતા ચંદુભાઈ મકવાણા તેમના ઘર પાસે બેઠા હતા ત્યારે ચાર શખ્સો વાયર સળગાવીને એનો ધુમાડો કરતા ધૂમાડો કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને લાકડી વડે હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ધોરાજીના ફરેણી રોડ પર રહેતા ચંદુભાઈ રામજીભાઈ મકવાણાએ ગણપત સોમાભાઈ, કિશોર સોમાભાઈ,રઘુભાઈ સોમાભાઈ, અજય ગણપતભાઇ વિગેરે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તેમના ઘરે બેઠા હોય ત્યારે ઉપરોક્ત ચાર શખ્સ ભંગારમાં કેબલ સળગાવતા હોય અને ધુમાડો કરતાં ધુમાડો ઘરમાં આવતા જે બાબતે ના પાડતા સામેવાળા શખ્સોએ ઉશ્કેરાઇ જઇને લાકડાના ધોકા, લોખંડના પાઇપ લોખંડના ધારિયા વડે આ આડેધડ ઘા મારતા ગંભીર ઈજા પહોંચી હતી અને માથાના ભાગે ઇજા તેમજ પગના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા થતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે લઈ જવામાં આવેલ હતા. આ મામલે પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો